દક્ષિણ રશિયામાં એક ગેસ સ્ટેશનમાં આગ લાગવાથી 25 લોકોના મૃત્યુ, 67 ઘાયલ
Live TV
-
67 ઈજાગ્રસ્તોમાંથી 10 લોકોની હાલત ગંભીર છે.
દક્ષિણ રશિયાના દાગેસ્તાનમાં એક ગેસ સ્ટેશનમાં આગ લાગવાથી 25 લોકોના મૃત્યુ થયા છે અને 67 લોકો ઘાયલ થયા છે. ગઈકાલે સોમવારે રાત્રે મખાચાકલામાં એક ઓટો રિપેરની દુકાનમાં આગ લાગતા નજીકના ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ થયો હતો. 67 ઈજાગ્રસ્તોમાંથી 10 લોકોની હાલત ગંભીર છે અને સારવાર હેઠળ છે. રશિયાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, મખાચાકલા હોસ્પિટલમાં ઘાયલોના ઈલાજ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર ગેસ સ્ટેશનમાં આઠ ટેન્કમાંથી બે ટેન્કમાં વિસ્ફોટ થયો હતો અને 600 વર્ગમીટર સુધી ફેલાયો હતો. આગ બુઝાવવામાં 3 કલાકથી વધુનો સમય લાગ્યો હતો.
