Skip to main content
Settings Settings for Dark

રશિયા-યુક્રેન વિવાદ પર આજે રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક

Live TV

X
  • યુક્રેનમાં તીવ્ર સંઘર્ષ વચ્ચે યુએન જનરલ એસેમ્બલીનું વિશેષ સત્ર બોલાવવાના ઠરાવ પર મતદાન કરવા માટે આજે રાત્રે 1:30 કલાકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને અલ્બેનિયાએ યુક્રેનના વિકાસ પર જનરલ એસેમ્બલીનું વિશેષ સત્ર બોલાવવાની પ્રક્રિયા પર મતદાન માટે હાંકલ કરી છે. આ પ્રક્રિયા હેઠળ, જો સુરક્ષા પરિષદના 15 સભ્યોમાંથી 9 સભ્યો નિર્ણયની તરફેણમાં મત આપે છે, તો વીટો અધિકાર માન્ય રહેતો નથી.

    સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું ઇમરજન્સી વિશેષ સત્ર બોલાવવા વિનંતી કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેન પરના ઠરાવ પર રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કર્યા પછી આ વિકાસ થયો છે. રશિયા પર લાવવામાં આવેલા આ પ્રસ્તાવની તરફેણમાં 11 મત પડ્યા હતા અને એક વિરોધમાં હતો. ત્રણ સભ્યો મતદાન માટે ગેરહાજર રહ્યા હતા. આ ઠરાવ પર મતદાન દરમિયાન ભારત, ચીન અને સંયુક્ત આરબ અમીરાત ગેરહાજર રહ્યા હતા. ભારતે યુક્રેનની પરિસ્થિતિ પર તણાવને તાત્કાલિક ઘટાડવાની હાકલ કરી છે અને ઉકેલ શોધવા માટે રાજદ્વારી પ્રયાસો પર ભાર મૂક્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply