યુક્રેન પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આજે વિશેષ ઈમરજન્સી સત્ર
Live TV
-
યુક્રેન પર રશિયાનું આક્રમણ સોમવારે પાંચમા દિવસે પણ જોર રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ યુક્રેન મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સ્પેશિયલ ઈમર્જન્સી સેશનમાં મોકલવા માટે મતદાન કર્યુ. આ પ્રસ્તાવની તરફેણમાં ભારત, ચીન અને યુએઈએ વોટિંગથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.
યુરોપિયન યુનિયન (EU)એ રશિયા ઉપરના પ્રતિબંધો વધુ કડક કર્યાં છે. EUના અધ્યક્ષનું કહેવું છે કે 27 સભ્યના આ સંગઠને રશિયાના વિમાનોની સેવા માટે પોતાના હવાઈ માર્ગો બંધ કર્યા છે. આ ઉપરાંત રશિયાના સરકારી મીડિયા ચેનલોને પણ યુરોપમાં પ્રતિબંધિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. EUએ જણાવ્યું કે રશિયાના હુમલા વચ્ચે યુક્રેનમાં હથિયારો મોકલવાનું વલણ જળવાઈ રહશે.
યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની ઈમર્જન્સી મીટિંગ રવિવારે અને સોમવારની રાત્રે યોજાવા જઈ રહી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા યુક્રેન તથા રશિયા યુદ્ધ છે. ત્યારબાદ જનરલ એસેમ્બલીની પણ બેઠક યોજાશે. તેમા કુલ 193 દેશ ભાગ લેશે. પ્રોગ્રામ પ્રમાણે જનરલ એસેમ્બલીની બેઠક 24 કલાક ચાલશે, જનરલ એસેમ્બલીની બેઠક બોલાવવા માટે ઓછામાં ઓછા 9 સભ્યોનો પ્રસ્તાવ રજૂ કરવાનો હોય છે. રશિયા પાસે વીટો પાવર હોવાથી તે આ બેઠકને રોકી પણ શકે છે. પોપ ફ્રાંસિસે કહ્યું છે કે યુક્રેનમાં માનવીય સંકટ સર્જાયું છે, માટે દેશને તાત્કાલિક મદદ કરવામાં આવે.
