Skip to main content
Settings Settings for Dark

યુક્રેન મુદ્દે અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું સેનેટમાં સંબોધન, યુક્રેન બહાદૂરીપૂર્વક રશિયાનો કરી રહ્યો છે સામનો

Live TV

X
  • યુક્રેન-રશિયાની વણસેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને વોશિંગ્ટન ડીસી ખાતે સંબોધન કર્યુ હતુ. તેમાં જો બાઈડેને જણાવ્યું હતું કે, અમેરિકા યુક્રેનને એક બિલિયન ડૉલરની મદદ કરશે. રશિયા ઉપર મોટા આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. અમેરિકાએ રશિયન વિમાનો માટે એર સ્પેસ બંધ કરી દીધી છે. યુક્રેન બહાદૂરીપૂર્વક રશિયાનો સામનો કરી રહ્યુ છે. આ સ્થિતિમાં અમે યુક્રેનના લોકો સાથે ખભો મીલાવીને ઉભા છીએ.તેમણે કહ્યુ હતુ કે, અમેરિકાની સેના યુક્રેન નહી જાય પણ અમેરિકા તમામ નાટો દેશોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમેરિકાએ રશિયાની કાર્યવાહીને ખોટી ગણાવી હતી.

    રશિયાએ યુક્રેનમાં યુદ્ધ છેડીને ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. અમેરિકા નાટોના સહયોગી દેશોની મદદ કરવાનું યથાવત રાખશે. અમેરિકાની સેના રશિયા સાથે યુદ્ધમાં નહી ઉતરે.પણ રશિયાને તેની મનમાની નહી કરવા દઈએ.યુક્રેની નાગરિકો સાહસ સાથે લડી રહ્યા છે. પુતિનને યુદ્ધ મેદાનમાં લાભ થઈ શકે છે પણ લાંબા સમય સુધી તેની કિંમત ચુકવવી પડશે. પુતિને યુદ્ધ રોકવાના પ્રયાસો કરવા જોઈતા હતા જે નહોતા કર્યા. પુતિનને લાગતુ હતું કે, પશ્ચિમી દેશો અને નાટો જવાબ નહી આપે. પણ પુતિન ખોટા હતા.રશિયાની આર્થિક વ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. અમે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા છીએ. યુક્રેનને 1 બિલિયન ડૉલરની મદદ આપવામાં આવશે. અમે નાટોની જમીનના એક-એક ઇંચ જમીનની રક્ષા કરીશું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply