રશિયા : હેલિકોપ્ટરની ઇમરજન્સી લેન્ડિંગમાં થયા 15 લોકો ઘાયલ
Live TV
-
રશિયન અધિકારીઓનું કહેવું છે કે આજે સવારે એક પેસેન્જર હેલિકોપ્ટર સાઇબેરીયામાં રફ ઇમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ 15 લોકો ઘાયલ થયા છે. 21 મુસાફરો અને ત્રણ ક્રૂ સભ્યો સાથેનું એમઆઇ -8 હેલિકોપ્ટર ઉપડ્યા પછી તરત જ બરફવર્ષામાં ફસાઈ ગયું હતું.
રશિયાના ઇમરજન્સી મંત્રાલયની સ્થાનિક શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર ઉતરતા જ ઉપરથી પટકાયું હતું. પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.
