Skip to main content
Settings Settings for Dark

આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં થયેલા આતંકી હુમલામાં 80 આતંકવાદી ઠાર

Live TV

X
  • આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક મોટો આતંકી હુમલો થયો છે, હુમલમાં 35 લોકોના મોત થયા છે. સુરક્ષાદળોની સાથે અથડામણમાં 80 આતંકવાદીઓને પણ ઠાર કરી દેવાયા છે. દેશના રાષ્ટ્રપતિ રોચ માર્ક કોબોરે આની જાણકારી આપતા કહ્યું કે, આતંકી હુમલા બાદ સુરક્ષાદળોની સાથે થયેલી અથડામણમાં લગભગ 80 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

    રાષ્ટ્રપતિએ આ મોટા આતંકવાદી હુમલાની જાણકારી ટ્વિટર પર આપી. હુમલામાં મૃતકોમાં મોટાભાગની મહિલાઓ છે. બુર્કિના ફાસોની સેનાએ કહ્યું કે અરબિંદા શહેર (Arbinda City)માં વહેલી સવારે થયેલા આ આતંકી હુમલામાં 7 જવાન શહીદ થયા છે. હુમલામાં અનેક નાગરિકો અને 80 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. છેલ્લા પાંચ વર્ષમાં બુર્કિના ફાસોમાં આ સૌથી મોટી આતંકવાદી ઘટના છે.

    સોઉમ પ્રાંતના અરબિંદામાં એક સૈન્ય ઠેકાણા પર આતંકવાદીઓએ હુમલો કર્યો. બુર્કિના ફાસોના પડોશી દેશ મામલી અને નાઇઝર છે જ્યાં અનેકવાર આતંકવાદી હુમલા થતાં રહે છે. આ સમગ્ર વિસ્તારમાં વર્ષ 2015ની આસપાસ આતંકી ઘટનાઓમાં વધારો નોંધાયો છે. રાષ્ટ્રપતિ રોચ માર્કે કહ્યું કે જવાનોની સાહસી કાર્યવાહીમાં 80 આતંકવાદી ઠાર મરાયા છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે હુમલામાં 35 નાગરિકોનાં મોત થયા જેમાં મોટાભાગની મહિલાઓ. બાદમાં બુર્કિના ફાસોના કોમ્યુનિકેશન મંત્રી રેમિસ ડૈનજિનોઉએ જણાવ્યું કે જે 35 લોકોનાં મોત થયા છે તેમાં 31 મહિલાઓ છે. રાષ્ટ્રપતિએ 48 કલાક માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply