Skip to main content
Settings Settings for Dark

રાફેલ જેટ સોદામાં કાંઈ ખોટું નથી થયું: દસોલ્ટના CEO

Live TV

X
  • આ સોદામાં ભારતીય પાર્ટનરની પસંદગી તેમણે પોતે કરી હતી. તેમણે એક પણ કહ્યું કે, સમજુતી હેઠળ જે લડાયક વિમાન વેચાઈ રહ્યા છે તેની કિંમત 2014માં થયેલા સોદાની તુલનામાં 9 ટકા ઓછા છે.

    દેશમાં રાફેલ જેટ સોદા મુદ્દે ચાલી રહેલા રાજકીય વિવાદ પછી દસોલ્ટ એવિએશનના સીઈઓ આ મુદ્દે નિવેદન આપ્યું છે. એરિક ટ્રેપિયરે કહ્યું કે, રાફેટ જેટ સોદામાં કાંઈ ખોટું નથી થયું. ભ્રષ્ટાચારના તમામ દાવા જૂઠા છે. તેમણે કહ્યું કે, આ સોદામાં ભારતીય પાર્ટનરની પસંદગી તેમણે પોતે કરી હતી. તેમણે એક પણ કહ્યું કે, સમજુતી હેઠળ જે લડાયક વિમાન વેચાઈ રહ્યા છે તેની કિંમત 2014માં થયેલા સોદાની તુલનામાં 9 ટકા ઓછા છે. રાફેલને મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતાં નાણામંત્રી જેટલીએ જણાવ્યું છે કે, ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતાને વધારવા માટે રાફેલ વિમાન ખૂબ જરૂરી હતી, પરંતુ યુપીએ સરકારે જાણીબુઝીને રાફેલ સોદો કરવામાં વિલંબ કર્યો હતો. ટ્વીટ કરીને અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ પોતાના નિષ્ફળ રાજકારણીને સફળ સાબિત કરવા ભારતની સંવેદનાશીલ સંરક્ષણ સંબંધી જરૂરિયાતોને મુદ્દે વિવાદ સર્જી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply