દસો કંપનીએ ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢતા આપી પોતાની પ્રતિક્રિયા
Live TV
-
પનીના સીઈઓ એરિક ટ્રેપિયરે જણાવ્યું હતું કે રાફેલ ડીલ બે સરકારો વચ્ચે થયેલો સોદો છે, જેમાં કંપની દ્વારા ભારતને 9 ટકાની રાહત આપવામાં આવી છે. આ સોદામાં એક માત્ર રિલાયન્સ ભાગીદાર નથી, પરંતુ એ સિવાયના 30 અલગ અલગ ભાગીદારો છે.
રાફેલ વિમાન બનાવનારી કંપની દસો કંપનીએ ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢતા પોતાની પ્રતિક્રિયા આપી છે. આ અંગે કંપનીના સીઈઓ એરિક ટ્રેપિયરે જણાવ્યું હતું કે રાફેલ ડીલ બે સરકારો વચ્ચે થયેલો સોદો છે, જેમાં કંપની દ્વારા ભારતને 9 ટકાની રાહત આપવામાં આવી છે. આ સોદામાં એક માત્ર રિલાયન્સ ભાગીદાર નથી, પરંતુ એ સિવાયના 30 અલગ અલગ ભાગીદારો છે. આ માટે રિલાયન્સને આ ડીલમાં સામેલ કરવાનો નિર્ણય દસો કંપનીનો હતો તેમજ કંપનીનો હેતુ ભારતીય વાયુસેનાને સુરક્ષાના મજબૂત સંસાધનો પૂરાં પાડવાનો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કેન્દ્ર સરકારે રાફેલ ડીલની સંવેદનશીલ ન હોય તેવી માહિતી અરજદારોને આપી હતી તેમજ સુપ્રીમ કોર્ટને સીલ બંધ કવરમાં તેના ભાવ અંગેની વિગતો આપી હતી. આ મુદ્દે સરકારે સ્પષ્ટ કર્યુંહતું કે, ભારતીય ઓફ સેટ પાર્ટનરની પસંદગીમાં સરકારની કોઈ ભૂમિકા નથી. આ અંગેનો નિર્ણય વ્યાવસાયિક હતો અને ઈક્વીપમેન્ટનું ઉત્પાદન કરતી કંપની દ્વારા લેવામાં આવ્યો હતો. આ વિમાનો લેવા માટે ડીફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસિજર 2013 નું અનુસરણ કરાયાનું ઉમેર્યું હતું.
