Skip to main content
Settings Settings for Dark

રાફેલ ડિલ મામલે ભાજપે પત્રકાર પરિષદનું કર્યું આયોજન

Live TV

X
  • રાફેલ ડિલ મામલે ચાલી રહેલ ઘમાસાણ વચ્ચે  આજે ભાજપ સરકાર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

    રાફેલ ડિલ મામલે ચાલી રહેલ ઘમાસાણ વચ્ચે  આજે ભાજપ સરકાર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા  આ પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર  આકરા પ્રહાર કર્યા હતા. ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હતું  કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી  એક સામાન્ય એર ક્રાફ્ટની સરખામણી  ફુલ્લી લોડેડ એરક્રાફ્ટ સાથે કરીને  પાછલા કેટલાક દિવસોથી  દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેથી તેમણે દેશની માફી માંગવી જોઇએ. ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું  કે દેશને કમજોર કરવા માટે રાહુલ ગાંધી  અને કોંગ્રેસ  સંયુકત સંસદીય સમીતીની તપાસની માંગ કરી રહ્યાં છે. આ તપાસથી દુશ્મન દેશોને  આપણા દેશની રક્ષા સંબંધિત જાણકારી સરળતાથી મળી જશે. જે દેશ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પણ  કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું  કે પાકિસ્તાન અને કોંગ્રેસ પાર્ટી  બંનેમાં ગભરાહટનો માહોલ છે. પરંતુ ભારતની જનતા પારદર્શિતા અને ઇમાનદારીમાં વિશ્વાસ કરે છે. તેથી વર્ષ 2019માં  ભારતની જનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને  ફરીથી પ્રધાનમંત્રી તરીકે જોવા માંગે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply