લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી જેવીયર બેટ્ટેલ સાથે પીએમ મોદી વર્ચુઅલ શીખર સંમેલનમાં ભાગ લેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી જેવીયર બેટ્ટેલ આજે એક વર્ચુઅલ શીખર સંમેલનમાં ભાગ લેશે.
ભારત અને લક્ઝમબર્ગ વચ્ચે બે દાયકા બાદ આ પ્રથમ શીખર બેઠક થશે. બન્ને નેતા કોવિડ-19 બાદની સ્થીતિમાં ભારત લક્ઝમબર્ગ વચ્ચે સહયોગ મજબુત કરવા સહિત દ્વિપક્ષીય સબંધોના વિવિધ મુદ્દે વાતચીત કરશે.
અગાઉ બન્ને દેશના પ્રધાનમંત્રીઓની ત્રણ વખત મુલાકાત થઈ ચુકી છે
બન્ને નેતા પારસ્પરિક હિતના આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક મુદ્દે પણ ચર્ચા કરશે. ભારત અને લક્ઝમબર્ગે ઉચ્ચ સ્તરીય વિચારોના આદાન-પ્રદાનને જાળવી રાખ્યું છે. બન્ને પ્રધાનમંત્રીઓની અગાઉ ત્રણ વાર મુલાકાત થઇ ચુકી છે.
