મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સૈયદને પાકિસ્તાનની અદાલતે 10 વર્ષ જેલની સજા ફટકારી
Live TV
-
2008 મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ અને જમાત ઉલ દાવાનો વડો હાફીઝ સૈયદને પાકિસ્તાનની અદાલતે 10 વર્ષની જેલની સજા ફટકારી છે.
આતંકવાદ માટે નાણા એકત્રીત કરવામાં દોષી
સૈયદને અદાલતે આતંકવાદ માટે નાણા એકત્રીત કરવામાં દોષી માન્યો છે. હાફીઝ સૈયદને અગાઉ સંયુકત રાષ્ટ્રમાં અગાઉ આતંકી જાહેર કર્યો છે. સૈયદની આ વર્ષે 17 જુલાઇના રોજ ધરપકડ કરીને લાહોરની જેલમાં રાખવામાં આવ્યો હતો. અગાઉ એક કેસમાં ફેબ્રુઆરી મહિનામાં હાફીઝને 11 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
