Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી 21-22 નવેમ્બર 2020ના રોજ યોજાનારી 15મી જી-20 શિખર મંત્રણામાં લેશે ભાગ

Live TV

X
  • સાઉદી અરબમાં બે પવિત્ર મસ્જિદના અભિરક્ષક મહામહિમ કિંગ સુલેમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદના આમંત્રણના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21-22 નવેમ્બર 2020ના રોજ યોજાનારી 15મી જી-20 શિખર મંત્રણામાં ભાગ લેશે. સાઉદી અરબના અધ્યક્ષ સ્થાને યોજાનારી આ શિખર મંત્રણાની થીમ “સૌના માટે 21મી સદીની તકો સાકાર કરવી” રાખવામાં આવી છે. આ બેઠકનું આયોજન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે.

    આ શિખર મંત્રણા વર્ષ 2020ની જી-20 નેતાઓની બીજી બેઠક હશે. પ્રધાનમંત્રી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ વચ્ચે થયેલા ટેલિફોનિક વાર્તાલાપના પગલે, ગત જી-20 નેતાઓની અસાધારણ શિખર મંત્રણા માર્ચ 2020માં યોજવામાં આવી હતી, જેમાં નેતાઓએ કોવિડ-19 મહામારીના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે મદદરૂપ થવા માટે જી-20 દેશોમાં સમયસર સમજણ કેળવી હતી અને વૈશ્વિક સહકારનો પ્રતિભાવ આગળ ધપાવ્યો હતો.

    આ જી-20 શિખર મંત્રણામાં કોવિડ-19 રોગચાળામાંથી સમાવેશક,સ્થિતિસ્થાપક અને ટકાઉક્ષમ રીતે સાજા થવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જી-20 શિખર મંત્રણા દરમિયાન નેતાઓ મહામારી અંગેની તૈયારીઓ અને નોકરીઓ પુનઃસ્થાપિત કરવા માટેની વિવિધ રીતો અને માધ્યમો પર ચર્ચા કરશે. આ નેતાઓ સહિયારા, ટકાઉક્ષમ અને અનુકૂળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે પોતાની દૂરંદેશીના અભિપ્રાયોનું આદાનપ્રદાન કરશે.

    ઇટાલી જ્યારે 1 ડિસેમ્બર 2020ના રોજ જી-20ના અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળશે ત્યારે સાઉદી અરબની સાથે ભારત પણ જી-20 ટ્રોઇકામાં દાખલ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply