Skip to main content
Settings Settings for Dark

લિબિયામાં ડેનિયલ વાવાઝોડા અને પૂરથી ભયંકર તબાહી, 2 હજારથી વધુ લોકોના મોત

Live TV

X
  • આફ્રિકન દેશ લિબિયામાં ડેનિયલ વાવાઝોડાને કારણે તોફાન અને પૂરે ભયંકર તબાહી મચાવી છે. જેના કારણે 2 હજારથી વધુ લોકોના મોત થયાની આશંકા છે.

    આફ્રિકન દેશ લિબિયામાં ડેનિયલ વાવાઝોડાને કારણે તોફાન અને પૂરે ભયંકર તબાહી મચાવી છે. જેના કારણે 2 હજારથી વધુ લોકોના મોત થયાની આશંકા છે. સૌથી વધુ વિનાશ પૂર્વીય ક્ષેત્રમાં થયો છે. વાવાઝોડાની સૌથી વધુ અસર ડેરનામાં થઈ છે. જેમાં ઘણા લોકો પાણીમાં તણાઈ ગયા છે અને હજારો લોકો લાપતા છે. 

    પૂર એટલું ભયંકર હતું કે, રસ્તા પર પડેલી કારો પાણીના ધસમસતા વહેણમાં તણાઇ ગઈ છે, ઈમારતો પણ ધરાશાયી થઈ છે. તુર્કીએ લીબિયામાં રેસ્ક્યુ ટીમ અને મદદ માટે 3 પ્લેન મોકલ્યા છે. આંતરાષ્ટ્રીય સ્તરેથી મદદ માટે દેશ નેતૃત્વએ ગુહાર લગાવી છે. લિબિયાના પ્રધાનમંત્રી ઓસામા હમાદે ત્રણ દિવસના શોકની જાહેરાત કરતાં દેશભરમાં ધ્વજ અડધી કાઠીએ લહેરાવવાનો આદેશ આપ્યો છે. 

    સરકારે શનિવારે  જ કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી હતી અને ત્રાટકેલા વાવાઝોડા પહેલા સાવચેતીના પગલા તરીકે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી. મહત્વનું છે કે, ડેનિયલ વાવાઝોડાના કારણે લિબિયાના અનેક બંદરો બંધ કરવાની ફરજ પડી છે. જેથી વિશ્વમાં કાચા તેલની સપ્લાઈ ચેઇન પણ તૂટતાં ઈંધણ મોંઘુંદાટ થાય તેવી સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply