લેબનાનની રાજધાની બેરુતમાં બે બ્લાસ્ટ, 78 ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Live TV
-
અંદાજે 4 હજાર લોકો ઘાયલ થયા, વિસ્ફોટ શહેરના બંદરિય વિસ્તારમાં થયો, દુર્ઘટના બાદ રાષ્ટ્રપતિએ બેઠક બોલાવી 2 સપ્તાહની ઇમરજન્સી લાગુ કરી છે
લેબનોનની રાજધાની બૈરૂતમાં મંગળવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 78 લોકોનાં મોત નીપજ્યાં છે.. અને આશરે 4 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે.. આ વિસ્ફોટના કારણે અનેક ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી અનુસાર આ વિસ્ફોટ બંદર વિસ્તારમાં થયો હતો.. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, તેનો અવાજ 200 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.. ઘટના બાદ લેબનોનના રાષ્ટ્રપતિ માઈકલ આઉને કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને બૈરૂતમાં 2 સપ્તાહ માટે ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે.. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, વિપૂલ માત્રામાં એમોનિયમ નાઈટ્રેટ છેલ્લાં 6 વર્ષથી સુરક્ષા ઉપાયો વગર રાખવામાં આવ્યો હતો અને આ મામલે જે પણ જવાબદાર ગણાશે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.. રાષ્ટ્રપતિએ આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક પણ વ્યક્ત કર્યો હતો અને ઈજાગ્રસ્તો વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ ઘટના મામલે એક તપાસ સમિતિની પણ રચના કરી છે. જે 48 કલાકમાં આ મામલાનો રિપોર્ટ સોંપશે.. બીજી તરફ બૈરૂતના પ્રધાનમંત્રી હસન દિઆબે પીડિતો માટે દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.. તો લેબનોનમાં ભારતીય દૂતાવાસે ભારતીયોને કોઈ પણ પ્રકારની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર દુખ વ્યક્ત કરતા લખ્યુ છે કે બેરુતમાં વિસ્ફોટની ઘટના અંગે જાણીને આઘાત અને દુઃખ થયુ, ભોગ બનનાર પરિવાર અને ઘાયલ લોકો પ્રત્યે મારી સંવેદના..
