Skip to main content
Settings Settings for Dark

લેબનાનમાં આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે થયી અથડામણ, 160 ઘાયલ

Live TV

X
  • શનિવારે લેબનોનમાં સરકાર વિરુદ્ધ વિરોધ કરનારા અને પોલીસ વચ્ચે થયેલા અથડામણમાં 160 થી વધુ લોકો ઘાયલ થયા છે.

    આંદોલનકારીઓએ શહેરભરમાં કૂચ કરી હતી અને સંસદ નજીક સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે પાણીની તોપો અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. લેબનાનની આંતરિક સુરક્ષા દળોએ ટ્વીટ કરીને શાંતિપૂર્ણ વિરોધ કરવાની વિનંતી કરી છે.

    4 મહિનાથી લેબનાનમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સરકારની રચનામાં વિલંબ થતાં વિરોધીઓ રોષે ભરાયા છે. નવી સરકારની રચનામાં હાલમાં કોઈ પ્રગતિ થઈ નથી. પ્રદર્શનકારીઓની માંગ છે કે તમામ રાજકીય પક્ષોને બાદ કરતાં સ્વતંત્ર નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે તેઓ જૂની સિસ્ટમને સમાપ્ત કરવા માગે છે કે જે દેશમાં વધતા જતા આર્થિક સંકટને દૂર કરી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply