વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને (WFP) 2020 માટેનું નોબલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું
Live TV
-
ચાલુ વર્ષનો શાંતિ નોબલ પુરસ્કાર વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આપવાની ઘોષણા કરવામાં આવી છે. નોર્વેની નોબલ સમિતિએ 2020ના શાંતિ પુરસ્કારની ઘોષણા કરી છે. ઓસ્લોમાં નોબલ સમિતિના અધ્યક્ષ બેરિડ એંડરસને આજે નોબલ પુરસ્કાર અંગેની ઘોષણા કરી હતી. પ્રભાવિત વિસ્તારોમાં ભુખમરીનો સામનો કરવા માટે અને દુનિયામાં ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે આ સંસ્થાને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
