Skip to main content
Settings Settings for Dark

ફ્રાંસમાં કોરોના કેસોમાં ઝડપથી વધારો, કેટલાક શહેરો એલર્ટ પર

Live TV

X
  • ફ્રાંસમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં દરરોજ 18 હજારથા વધુ કોરોના કેસ નોંધાયા છે. કેસો વધતાં હોસ્પિટલોમાં સારવાર માટે આવતા કોરોના દર્દીઓનો વધારો થયો છે.

    ફ્રાંસમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં દરરોજ 18 હજારથા વધુ કોરોના કેસ નોંધાયા છે. કેસો વધતાં હોસ્પિટલોમાં સારવાર માટે આવતા કોરોના દર્દીઓનો વધારો થયો છે.

    વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ફ્રાંસના લ્યોન, લિલિ, ગ્રેનોબલ અને સેંટ ઈટિયેન શહેરને સૌથી વધુ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે પેરિસ અને માર્સિલે શહેરને પહેલા કરતાં વધુ એલર્ટ પર રખાયા છે. પેરિસ વિસ્તારમાં કાલથી બધી હોસ્પિટલોમાં કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવાઈ છે.

    ઘણી હોસ્પિટલોમાં બિન જરુરી ઓપરેશનને બંધ કરી દેવાયા છે. અત્યારે હોસ્પિટલોના આઈસીયુમાં લગભગ અડધા દર્દીઓ કોરોનાના દર્દીઓ છે.

    છેલ્લા 24 કલાકમાં ફ્રાંસમાં કોરોનાથી 76 લોકોના મોત થયાં છે. ફ્રાંસમાં અત્યાર સુધી કોરોનાથી મોત થયેલ દર્દીઓનો આંકડો 32500ને પાર પહોંચ્યો છે. ફ્રાંસમાં કોરોનાના 6 લાખ 71 હજારથી વધુ કેસ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply