Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ બેન્કે ભારતમાં ડેમોની સુરક્ષા અને સુધારણા પ્રોજેક્ટ માટે 250 મિલિયન ડોલરના કરાર કર્યા

Live TV

X
  • ભારત સરકારના કેન્દ્રિય જળ કમિશન અને 10 રાજ્યોના પ્રતિનિધિઓ સાથે વર્લ્ડ બેન્કે કરાર કર્યા છે. આ કરારમાં લાંબાગાળાના ડેમ સેફ્ટી પ્રોગ્રામ અને ભારતના વિવિધ ડેમોની સુરક્ષા અને ડેમની કાર્યક્ષમતાને મજબૂત કરવા માટે વિવિધ પ્રોજેક્ટ માટે 250 મિલિયન ડોલરના કરાર થયા છે.

    સરકારનો બીજા ડેમ પુનર્વસન અને સુધારણા પ્રોજેક્ટ (DRIP-2)ને હવે વર્લ્ડ બેન્કની 250 મિલિયન ડોલરની સહાયથી ભારતના ડેમોને વધુ સુરક્ષા મળશે. વિશ્વ બેન્કે કરેલી સહાયથી ડેમોની સુરક્ષામાં વૈશ્વિક નવિનીકરણ ટેક્નોલોજીથી ઘણો ફાયદો થશે. વિશ્વ બેન્કના આ કરારથી ડેમોની સુરક્ષા અને રિનોવેશન કામમાં નાણાકીય સંસાધનોની અસરકાર ફાળવણી કરી શકાશે.

    આ કરાર હેઠળ ગુજરાત, છત્તિસગઢ, કેરલ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર મણીપુર, મેઘાલય, ઓડિશા, રાજસ્થાન અને તમિલનાડુમાં આવેલા અંદાજે 120 ડેમની પાણી સંગ્રહ ક્ષમતા મજબૂત કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું અમલીકરણ કેન્દ્રિય જળ કમિશનના સહયોગ સાથે થશે અને પ્રોજેક્ટના અમલીકરણ દરમ્યાન બીજા અન્ય રાજ્યોની એજન્સીઓને પણ જોડવામાં આવશે. 

    વિશ્વ બેન્ક સાથે થયલો આ કરાર ભારત સરકરાર વતી અર્થશાસ્ત્ર અને નાણાંમંત્રાલયના એડિશનલ સેક્રેટરી અને રાજ્યોના પ્રતિનિધિઓએ કર્યા હતા. આ પહેલાં DRIP-1 પ્રોજેક્ટ હેઠળ 279 મિલિયન અને વધારાની 62 મિલિયન ડોલરની સહાયથી ભારતમાં ડેમોની સુરક્ષા વધારવા માટે કામ થઈ ચુક્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply