વિદેશમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા સાથે કાર્યક્રમમાં ભાગ લીધો
Live TV
-
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. તેમણે પ્રથમ ચરણમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા સાથે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયના સભ્યોને તેમની ઉપલબ્ધિઓ અને યોગદાન બદલ સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં બંને નેતા 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણીના ભાગ રૂપે India@75 ટપાલ ટિકિટ જારી કરી હતી. આ પ્રસંગે MODI@20 ડ્રીમ્સ મીટ ડિલીવરી નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમાં શીખ સમુદાય સાથેના પ્રધાનમંત્રીના વિશેષ સંબંધોનું નિરૂપણ છે. આ પહેલાં ભારત-ન્યુઝીલેન્ડના વિદેશમંત્રીઓની બેઠક થઈ હતી. ડો.એસ.જયશંકરે પોતાના સમકક્ષ નાનૈયા મહુતા સાથે બેઠક કરી હતી. જેમાં બંને દેશના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબુત કરવા પર ભાર આપ્યો હતો. તો ડો. એસ. જયશંકરે ભારતીય વિદ્યાર્થીઓનાં વિઝાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.અને કહ્યું હતું કે, હું આ પ્રવાસને એકબીજાની પરંપરાઓ અને સંસ્કૃતિના સન્માન તરીકે જોઉં છું. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે હિન્દ પ્રશાંત ક્ષેત્રના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
