વિદેશમંત્રી એસ. જયશંકર શ્રીલંકાના પ્રવાસે
Live TV
-
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સાથે પ્રારંભિક સંબંધો સ્થાપિત કરવા માટે વિદેશમંત્રી જયશંકર શ્રીલંકાની મુલાકાતે છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે શ્રીલંકાની તેમની ટૂંકી મુલાકાત પર છે. જ્યાં તેમણે નવા રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે, પ્રધાનમંત્રી રાનિલ વિક્રેમસિંઘે અને વિપક્ષના નેતા મહિન્દા રાજપક્ષેને મળ્યા હતા. નવા શ્રીલંકન રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી આ મહિનાની 29 મી તારીખે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે ભારતની મુલાકાતે આવશે. ડો.જયશંકરે નવા રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ અભિનંદન સંદેશ આપ્યો હતો જેમાં શાંતિ, પ્રગતિ, સમૃદ્ધિ અને સલામતી માટે ભાગીદારીનીપહેલ કરી હતી. વિદેશમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત શ્રીલંકાના સંબંધો નવા રાષ્ટ્રપતિના નેતૃત્વમાં નવી ઉંચાઈએ પહોંચશે.
