વિદેશમંત્રી એસ.જયશંકરે કમ્બોડીયામાં આસીયાન દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો
Live TV
-
વિદેશમંત્રી એસ.જયશંકરે કમ્બોડીયાના નોમ્ટનમાં આસીયાન દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે સિંગાપૂરના વિદેશમંત્રી વિવિયન બાલકૃષ્ણન અને અન્ય આસીયાન દેશના વિદેશમંત્રીઓ સાથેની બેઠકને સફળ ગણાવી હતી. જયશંકરે કહ્યું કે, હિન્દ પ્રશાંત ક્ષેત્ર, સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંધિ, આતંકવાદ, સાયબર સુરક્ષા, યુક્રેન અને મ્યાનમાર પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ કહ્યું કે, ડિજીટલ, આરોગ્ય, કૃષી, શિક્ષણ તેમજ હરિત વિકાસ આશીયાન ભારત ભાગીદારીઓને આગળ વધારશે.
વિદેશમંત્રીએ આ અવસરે શ્રીલંકાના વિદેશમંત્રી અલી સાબરી સાથે મુલાકાત કરી હતી. તેઓએ શ્રીલંકાના આર્થિક વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટી કરી હતી. એસ. જયશંકરે વિયેતનામના વિદેશમંત્રી સાથે બેઠક કરીને બન્ને દેશો વચ્ચે વ્યાપક રણનિતીક ભાગીદારીને જાળવી રાખીને સાથે કામ કરવાની સંમતિ વ્યક્ત કરી હતી.
