Skip to main content
Settings Settings for Dark

G7 એ તાઈવાન પાસે થતા ચીનના સૈન્ય અભ્યાસની ટીકા કરી, સૈન્ય ગતિવિધિ કરવી તે અયોગ્ય

Live TV

X
  • નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસ બાદ થતા ચીનના સૈન્ય અભ્યાસની ઘોષણા કરવામાં આવી છે.

    સાત ઔદ્યોગિક દેશના સમૂહ G7 એ તાઈવાન પાસે થતા ચીનના સૈન્ય અભ્યાસની ટીકા કરી છે. અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસ બાદ ચીનના સૈન્ય અભ્યાસની ઘોષણા કરી છે. G7 દેશોના વિદેશમંત્રીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, પેલોસીના પ્રવાસનું બહાનું કાઢીને આક્રમક સૈન્ય ગતિવિધિ કરવી તે યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે, ચીનની આ કાર્યવાહીથી પ્રદેશમાં તણાવ વધશે.

    G7 દેશોના વિદેશમંત્રીઓએ હાલની પરિસ્થિતિમાં એકતરફી બદલાવથી બચવા અને શાંતિપૂર્ણ ઉપાયથી મતભેદના સમાધાનની અપીલ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચીન અને તાઈવાનની પરિસ્થિતિને લઈને G7 સમૂહના વલણમાં કોઈ બદલાવ આવ્યો નથી. વિદેશમંત્રીઓએ તાઈવાનમાં નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, શાંતિ અને સ્થિરતા જાળવી રાખવી પ્રતિબદ્ધતા દર્શાવી છે. સિંગાપોરે પણ આશા વ્યક્ત કરી છે કે, અમેરિકા અને ચીન આત્મસંયમનો પરિચય આપશે અને તણાવ વધારતી કાર્યવાહી કરવાનું ટાળશે. આ પરિસ્થિતિમાં તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, વાયુક્ષેત્રમાં ચીની સૈન્ય વિમાનથી પ્રતિરક્ષા માટે લડાકૂ જેટ વિમાન તહેનાત કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply