Skip to main content
Settings Settings for Dark

આતંકી સંગઠન અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરી અમેરિકી ડ્રોન હુમલામાં ઠાર

Live TV

X
  • આતંકી સંગઠન અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરી અમેરિકી ડ્રોન હુમલામાં ઠાર થયો હતો.

    આતંકી સંગઠન અલ કાયદાના વડા અયમાન અલ-ઝવાહિરી અમેરિકી ડ્રોન હુમલામાં ઠાર  થયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ વાતની પુષ્ટિ કરી હતી. જો બાઈડને કહ્યું કે, અમેરિકાએ કાબુલમાં સફળતાપૂર્વક ડ્રોન હુમલો કર્યો અને અલ-કાયદાના અમીર અયમાન અલ-ઝવાહિરીને ઠાર કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે હવે ન્યાય  થયો છે. અમેરિકા હમેશા પોતાના નાગરિકોની સુરક્ષા કરશે અને અમને નુકસાન પહોચાડનાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. તાલીબાન પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે આ ડ્રોન હુમલાની પુષ્ટી કરી છે અને તેની ટીકા કરી છે તથા હુમલાને આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

    અલ-ઝવાહિરી પરી આરોપ મુકવામાં આવ્યો હતો કે, તેણે વર્ષ 2001માં અમેરિકામાં 9/11 હુમલામાં સમન્વય કર્યો હતો, જેમાં ત્રણ હજાર લોકોના મૃત્યુ થયા હતા. ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો અને રાજદ્વારી દૂર થયા બાદ અમેરિકાની અફઘાનિસ્તાનમાં આ પહેલી કાર્યવાહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply