વિદેશમંત્રી ડૉ.એમ.જયશંકર ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના એક અઠવાડિયાના પ્રવાસના પહેલા ચરણમાં ઓકલેન્ડ પહોંચ્યાં
Live TV
-
વિદેશમંત્રી ડૉ.એમ.જયશંકર ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના એક અઠવાડિયાના પ્રવાસના પહેલા ચરણમાં ઓકલેન્ડ પહોંચી ગયા છે. ન્યૂઝિલનેન્ડની તેમના આ પ્રથમ મુલાકાત છે. ડૉ.એસ.જયશંકર આજે ન્યુઝિલેન્ડની સંસદના સભ્ય પ્રિયંકા રાધાકૃષ્ણનને મળ્યા. ડૉ.જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ ભારત અને ન્યૂઝિલેન્ડના સંબંધોને વધારે સુદ્રઢ બનાવવામાં વચનબદ્ધ છે. આવતીકાલે ન્યુઝિલેન્ડ સ્થિત ભારતીય સમુદાયના અગ્રગણ્ય લોકોનું તેમની સિદ્ધિઓ અને નોંધપાત્ર ફાળા બદલ સન્માન કરવામાં આવશે. તે કાર્યક્રમમાં ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ન સાથે ડૉ.જયશંકર પણ હાજરી આપશે. બંને નેતાઓ ઇન્ડિયા@75 ટપાલટિકીટો બહાર પાડશે.
ડૉ.એસ.જયશંકર મોદી@20 : ડ્રિમ્સ મીટ ડીલીવરીનું વિમોચન કરશે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સીખ સમુદાય સાથેના વિશેષ લગાવ દર્શાવતા પુસ્તક – હાર્ટફેલ્ટ – લિર્ગસી ઓપ ફેઇથનું પણ વિમોચન કરશે. તેઓ ન્યૂઝિલેન્ડના તેમના સમાન પદાધિકારી નનૈયા માહૂતા સાથે દ્વીપક્ષી મંત્રણા કરશે. વેલિંગ્ટનમાં ડો.જયશંકરે, ભારતીય હાઇકમિશનના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશ. બીજા ચરણમાં ઓસ્ટ્રેલિટયાના પ્રવાસ દરમ્યાન વિદેશમંત્રી કેન્બેરા અને સિડનીની મુલાકાત લેશે.
