Skip to main content
Settings Settings for Dark

ઉત્તર કોરિયાએ જાપાન પર બેલેસ્ટિક મિસાઇલ છોડી

Live TV

X
  • પરમાણુ હથિયારોથી સજ્જ ઉત્તર કોરિયાએ મંગળવારે પાંચ વર્ષમાં પ્રથમ વખત જાપાન પર બેલેસ્ટિક મિસાઇલ છોડી, જેના લીધે રહેવાસીઓને કવર લેવાની ચેતવણી આપવામાં આવી અને ઉત્તર જાપાનમાં ટ્રેન કામગીરીને કામચલાઉ સ્થગિત કરવાની સૂચના પ્રસાશન દ્વારા આપવામાં આવી. નસીબજોગે આ મિસાઈલ જાપાન પર પડવાને બદલે પ્રશાંત મહાસાગરમાં પડતાં મોટી જાનહાનિ ટળી હતી. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ (JCS) એ કહ્યું કે તે ઉત્તર કોરિયાના જગાંગ પ્રાંતમાંથી છોડવામાં આવેલી મિસાઈલ મધ્યવર્તી-રેન્જની બેલિસ્ટિક મિસાઈલ (IRBM) હોવાનું જણાય છે. ઉત્તર કોરિયાએ તે પ્રાંતનો ઉપયોગ તાજેતરના કેટલાક પરીક્ષણો શરૂ કરવા માટે કર્યો છે.

    ટોક્યો અને સિઓલના અધિકારીઓએ જણાવ્યું હતું કે મિસાઇલ 4,500 થી 4,600 કિલોમીટર (2,850 માઇલ) અને લગભગ 1,000 કિલોમીટરની મહત્તમ ઉંચાઇ સુધી ઉડાન ભરી શકે છે. આ પ્રકારના માર્ગને અનુસરનારી તે પ્રથમ ઉત્તર કોરિયાની મિસાઇલ હતી. ટોક્યોમાં પત્રકારો સાથે વાત કરતા, જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ ઉત્તર કોરિયાની ક્રિયાઓને "બર્બર" ગણાવી હતી અને કહ્યું હતું કે સરકાર માહિતી એકત્રિત કરવાનું અને તેનું વિશ્લેષણ કરવાનું ચાલુ રાખશે. 

    અમેરિકાએ આ ઘટના પર ટિપ્પણી કરી હતી કે, તે જાપાન ઉપર લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરવાના ઉત્તર કોરિયાનો "ખતરનાક અને અવિચારી" નિર્ણય નીંદનીય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply