Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે 

Live TV

X
  • વિદેશમંત્રી ડો. એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં તેમણે સિડનીમાં ભારતીય સમુહદાય સાથે વાતચીત કરી હતી. વિદેશમંત્રી વર્ષ 2014 બાદ ભારત ઓસ્ટ્રેલિયા સંબંધોમાં ઝડપી બનેલા વિકાસના આંકડાને યાદ કર્યા હતાં. તેમણે શિક્ષણ, ઉદ્યોગ, સંસાધનો, અને ગતિશિલતાથી ભાગીદારીમાં ફોકસમાં નવા ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો હતો.  એસ.જયશંકરે બન્ને દેશના સંબંધોને આગામી સ્તરે લઇ જવામાં ભારતીય સમુહદાયની ભૂમિકા પર ભાર મુક્યો હતો. તેમણે મંગળવારે સાંજે સિડનીમાં ઓવરસીસ ફેન્ડસ ઓફ બીજેપી ના નેતાઓ તેમજ સભ્યોને મળ્યાં હતાં. તેમણે કહ્યું કે, આ નેતાઓ બન્ને દેશો વચ્ચે સારો સમન્વય અને સહયોગને આગળ ધપાવવા કામ કરી રહ્યાં છે. વિદેશમંત્રી સિડની યુનિવર્સિટીમાં લોવી ઇન્સ્ટીટયૂટના કાર્યકારી નિદેશક સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે વ્યાપક વૈશ્વીક વિકાસના સંદર્ભમાં દ્વિપક્ષી સંબંધો પર ચર્ચા કરી હતી. એસ.જયશંકરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. ત્યાં વિદેશમંત્રીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો સાથે મુલાકાત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply