સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 4 યુક્રેની ક્ષેત્રો પર રશિયાના કબ્જા મામલે કરાવ્યું મતદાન
Live TV
-
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ યુક્રેનના ચાર પ્રદેશોને જોડવાના રશિયાના પ્રયાસોની નિંદા કરવા માટે એક ઠરાવ જાહેર કર્યો હતો. ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વીય યુક્રેનિયન પ્રદેશો લુહાન્સ્ક, ડોનેત્સ્ક, ઝાપોરિઝ્ઝિયા અને ખેરસનને રશિયાનો ભાગ બનાવવા માટેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલા ઠરાવમાં 143 દેશોએ મતદાન કર્યું હતુ, જેમાં 5 દેશોએ વિરોધી મત આપ્યો હતો.
આ મતદાનમાં ભારતે બંને પક્ષમાંથી કોઈનો પણ સહયોગ આપવાનું ટાળ્યું હતું. માત્ર ભારત જ નહી, આ મતદાનમાં ચીન અને ભારત સહિતના બીજા 35 રાજ્યો ગેરહાજર રહ્યા હતા.
મહત્વની વાત એ છે કે, આ ઠરાવની સામે કોઈ પણ દેશે વિટો પાવરનો ઉપયોગ કર્યો ન હતો.
