Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર બે દિવસ થાઈલેન્ડના પ્રવાસે, વિદેશમંત્રીઓની બેઠકમાં થશે સામેલ

Live TV

X
  • વિદેશમંત્રી ડો.એસ.જયશંકર ઈન્ડોનેશિયા બાદ થાઈલેન્ડના પ્રવાસે છે. તેઓ આજે બેંગકોકમાં  મેકોંગ- ગંગા સહયોગ, વિદેશમંત્રીઓની 12મી બેઠકમાં ભાગ લેશે.વિદેશમંત્રી એસ.જયશંકરે ગઇકાલે બેંગકોકમાં ભારતીય સમુહદાયના લોકો સાથે સંવાદ કર્યો હતો.ભારત અને થાઇલેન્ડ વચ્ચે મહત્વપૂર્ણ ઐતિહાસીક અને સાંસ્કૃતિક ભાગીદારીની વાત કરી હતી. આ દરમિયાન તેમણે થાઇલેન્ડ સાથેના સંબંધોમાં ભારતીય સમુહદાયના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું, કે ભારતની ઇસ્ટ નીતિ અને થાઇલેન્ડની વેસ્ટ નીતિ એકબીજાની પૂરક છે. વધુમાં તેમણે કહ્યું કે, બિમસ્ટેક અને મેકોંગ- ગંગા સહયોગ સંબંધોને વધુ મજબુત કરવા અમારા નિરંતર પ્રયાસોને દર્શાવે છે..બન્ને દેશો વચ્ચે સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રોમાં વધતા આદાન પ્રદાન ઉપરાંત વાતચીત દરમિયાન ભારત અને ભારતીય સમુહદાયના અમૃતકાળ પર વાતચીત કરવામાં આવી હતી. વિદેશમંત્રી આવતીકાલે વિનસ્ટેક વિદેશમંત્રીઓની બેઠકમાં સામેલ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply