Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી એસ જયશંકરે ચીની રાજદ્વારી વાંગ યી સાથે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મુદ્દા પર ચર્ચા કરી

Live TV

X
  • વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આસિયાન પ્રાદેશિક મંચની બેઠક દરમિયાન ચીની રાજદ્વારી વાંગ યી સાથે મુલાકાત કરી હતી.

    વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 12 જુલાઈ 2023થી ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડની 7 દિવસની મુલાકાતે છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આસિયાન પ્રાદેશિક મંચની બેઠક દરમિયાન ચીની રાજદ્વારી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વાંગ યી સાથે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મુદ્દા પર ચર્ચા કરી હતી. વાંગ યીને મળ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું અને કહ્યું "સીપીસી સેન્ટ્રલ કમિશન ફોર ફોરેન અફેર્સની ઓફિસના નિદેશક વાંગ યી સાથે મુલાકાત કરી. આ બેઠકમાં સરહદી વિસ્તારોમાં શાંતિ સંબંધિત અને અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી.

    વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર જકાર્તા બાદ મેકોંગ ગંગા કોઓપરેશન (MGC) મિકેનિઝમની 12મી વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે 16 જુલાઈએ થાઈલેન્ડના બેંગકોક જશે. તો બેંગકોકમાં વિદેશમંત્રી 17 જુલાઈએ BIMSTEC વિદેશ પ્રધાનોના રીટ્રીટ પ્રોગ્રામમાં પણ ભાગ લેશે. BIMSTEC એ એક આર્થિક અને તકનીકી પહેલ છે જે બંગાળની ખાડીના દેશોને બહુપરિમાણીય સહયોગ માટે એકસાથે લાવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply