વિશ્વને પોતાની આગવી છટાથી હસાવનાર ચાર્લી ચેપ્લીનનો આજે 131મો જન્મદિવસ , જાણો રસપ્રદ માહિતી
Live TV
-
મને હાસ્ય અને આંસુની શક્તિમાં વિશ્વાસ છે, હું માનું છું કે તેમાં નફરત અને આતંકને ખતમ કરવાની ક્ષમતા છે આ શબ્દો છે ચાર્લી ચેપ્લીનના. સમગ્ર વિશ્વને માત્ર પોતાના ઇશારાઓથી જ હસાવનાર ચાર્લી ચેપ્લીનનો આજે 131મો જન્મદિવસ છે.
16 એપ્રિલ 1889ના રોજ લંડનમાં જન્મેલા ચાર્લી ચેપ્લીને વૈશ્વિક સિનેમાને પોતાની અનોખી શૈલીથી એક ખાસ સ્વરૂપ આપ્યુ હતું, તેમની ફિલ્મો આજના સમયમાં પણ એટલી જ અસરકારક અને સચોટ જણાય છે. સર ચાર્લ્સ સ્પેન્સર એટલે કે ચાર્લી ચેપ્લીન પોતાના 75 વર્ષના જીવન દરમ્યાન એક સફળ એક્ટર, ફિલ્મ નિર્માતા, સંપાદક અને લેખક રહ્યા
."ધ ટ્રેમ્પ" નામક ફિલ્મથી લોકપ્રિય થનાર ચાર્લી ચેપ્લીને 3 ઓસ્કર એવોર્ડ મેળવ્યા છે. તેઓ સહુ પ્રથમ વાર ગોલ્ડન લાયન એવોર્ડ એનાયત કરાયેલ જે આજે ધ ચેપ્લીન ઓવોર્ડ તરીકે ઓળખાય છે. તેમનું દેહાંત 25 ડિસેમ્બર 1977માં સ્વિટ્ઝર્લૅન્ડમાં થયું હતું.
