વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ, સંક્રમિતોના આંકડામાં થઇ રહ્યો છે સતત વધારો
Live TV
-
વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો તેજ ગતિથી વધી રહ્યો છે. તમામો ઉપાયો બાદ પણ વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો 84 લાખ 53 હજારને પાર થઈ ગયો છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને 4 લાખ 52 હજારને પાર પહોંચી ગઈ છે.
આ મહામારીના કારણે સૌથી ગંભીર રીતે પ્રભાવીત થયેલાં અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 21 લાખથી વધુ થઈ ગઈ છે અને 1 લાખ 18 હજારથી વધુ લોકોએ , આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. કેલિફોર્નિયામાં નવા આદેશ મુજબ લોકોને ઘરથી બહાર નીકળવા માટે દરેક સમયે માસ્ક પહેરવું ફરજીયાત બનાવાયું છે. અમેરિકા બાદ બ્રાઝિલ અને રશિયામાં આ વાઈરસે કહેર મચાવ્યો છે.
બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 9 લાખ 70 હજારથી વધુ લોકો સંક્રમિત નોંધાઈ ચુક્યાં છે. તો 47 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યાં છે. રશિયામાં પણ 5 લાખ 60 હજારથી વધુ લોકો સંક્રમિત થયાં છે અને 7 હજાર 650 લોકોનું આ વાઈરસના કારણે મોત થયું છે.
