ભારતીય સશસ્ત્ર દળની એક ટીમ મૉસ્કો ખાતે વિજય દિવસની પરેડમાં લેશે ભાગ
Live TV
-
75 ભારતીય સશસ્ત્ર દળની એક ટીમ 24 જૂન 2020 ના રોજ રેડ સ્કાયર, મૉસ્કોમાં વિજય દિવસની સૈન્ય પરેડમાં ભાગ લેશે, જેને 1941-1945ના બીજા વિશ્વ યુદ્ધમાં સોવિયત લોકોની વિજયની 75મી વર્ષગાંઠ પ્રસંગે ઉજવવામાં આવશે.
દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમ્યાન બ્રિટિશ ભારતીય સશસ્ત્ર દળ મિત્ર દેશોની સૌથી મોટી ટુકડીઓમાંનું એક છે, જેણે ઉત્તરી અને પૂર્વી આફ્રિકી અભિયાન, પશ્ચિમી રણ અભિયાન અને યુરોપીય થિએટરમાં એક્સિસ શક્તિઓ વિરુદ્ધ ભાગ લીધો હતો.
આ અભિયાન દરમ્યાન 87 હજારથી વધુ ભારતીય સૈનિકોએ પોતાનું બલિદાન આપ્યું અને લગભગ 34,354 સૈનિકો ઘાયલ થયા હતા. આ યુદ્ધમાં ભારતીય સેનાએ તમામ મોર્ચા પર લડાઈ કરી હતી.
ભારતીય સૈનિકોની વીરતાને 4 હજારથી વધુ ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં 18 વિક્ટોરિયા અને જ્યોર્જ ક્રોસ પણ સામેલ છે. વિજય દિવસ પરેડમાં ભાગ લેનાર ટીમનું નેતૃત્વ શીખ લાઈટ ઈન્ફેંટ્રી રેજિમેન્ટના મેજર રેન્કના અધિકારી દ્વારા કરવામાં આવશે.
