Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં કોરોના સંક્રમણના 1 લાખ 83 હજારથી વધુ કેસ

Live TV

X
  • અમેરિકામાં 36 હજાર 617 તેમજ ભારતમાં 15 હજાર 400થી વધુ કેસ નોંધાયા

    વિશ્વભરમાં કોરોના સંક્રમણનો આંકડો તેજ ગતિથી વધી રહ્યો છે.. ત્યારે છેલ્લાં 24 કલાકમાં દુનિયાભરમાં કોરોના સંક્રમણના 1 લાખ 83 હજાર થી વધુ કેસ સામે આવ્યાં હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે.. જે એક દિવસમાં કોરોના સંક્રમિતોનો આંક સૌથી વધુ નોંધાયો છે.. ગત છેલ્લાં 24 કલાક દરમિયાન બ્રાઝિલમાં 54 હજાર 771 કેસ સામે આવ્યા છે..જ્યારે અમેરિકામાં 36 હજાર 617 તેમજ ભારતમાં 15 હજાર 400થી વધુ કેસ નોંધાયા છે., વિશેષજ્ઞોના જણાવ્યાં અનુસાર વ્યાપક પરીક્ષણની સાથે-સાથે સંક્રમણના ફેલાવાના કારણે નવા કેસની સંખ્યા વધી રહી છે.... કોરોના મહામારીના કારણે અત્યાર સુધીમાં વિશ્વમાં 4 લાખ 67 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.. કોવિડ-19 કારણે સૌથી વધુ અમેરિકામાં 22 લાખથી વધુ દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યાં છે..જેમાંથી આશરે 1 લાખ 19 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચુક્યાં છે. જ્યારે બ્રાઝિલ કોરોના સંક્રમણના કુલ કેસ 10 લાખને પાર થઈ ગયાં છે..,.બાંગ્લાદેશમાં કોરોના સંક્રમણના 3 હજાર 531 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં રવિવારે સંક્રમિતોની સંખ્યા વધીને 1 લાખ 12 હજારને પાર પહોચી ગઈ છે જ્યારે 1 હજાર 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.. દુનિયાભરમાં બે લાખથી વધુ કોરોના સંક્રમણના કેસની સંખ્યામાં રશિયા, ભારત, બ્રિટેન, સ્પેન, પેરૂ, ઈટાલી, ચીલી અન ઈરાનનો સમાવેશ થાય છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply