વિશ્વભરમાં કોરોના વાયરસના લીધે 3 લાખ 62 હજારથી વધુ લોકોના મોત
Live TV
-
વિશ્વભરમાં સંક્રમણના કુલ 56 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. કોરોનાએ વિશ્વભરમાં અમેરિકાને સૌથી વધુ પ્રભાવિત કર્યું છે. અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 17લાખને પાર કરી ગઇ છે. તો મૃતકોની સંખ્યા એક લાખને પાર થઇ ગઇ છે. માત્ર ન્યૂયોર્કમાં જ મૃતકોની સંખ્યા 29 હજારથી વધુ રહી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને મૃતકોના કુટુંબીજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી. ફ્રાન્સમાં કેટલાક નિયંત્રણો સાથે જાણીતા કાફે, બાર અને રેસ્ટોરન્ટ ફરી ખોલવા નિર્ણય લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ફિલિપ્પેએ જણાવ્યું હતું કે આગામી મહિનાની બે તારીખથી સંગ્રહાલયો અને સ્મારકો પણ ખુલ્લા મુકવામાં આવશે. તેમણે સંકેત આપ્યા હતા કે યુરોપના બાકી દેશોની સાથે ફ્રાન્સની સરહદો પણ 15 જૂનથી ખોલવામાં આવશે.
તો રશિયાના મોસ્કોમાં અમલી લોકડ઼ાઉનમાં મેયરે પહેલી જૂનથી છુટછાટ આપવા નિર્ણય લીધો છે. મોસ્કોમાં 30 માર્ચથી લોકડાઉન અમલી છે. રશિયામાં સંક્રમિતોની સંખ્યા 3 લાખ 70 હજારને પાર કરી ચુકી છે. રશિયાએ જુલાઇ મહિનામાં મળનારા બ્રિક્સ દેશોના શિખર સંમેલનને ,મોકુફ રાખવા નિર્ણય લીધો છે.શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠક પણ, મોકુફ રહી છે. બંને બેઠક રશિયાના પીટર્સબર્ગમાં મળવાની હતી. સંક્રમણ કાળમાં બોસ્ટન મેરેથોન તેના 124 વર્ષના ઇતિહાસમાં પહેલી જ વાર મોકુફ રાખવામા આવી છે. હવે 14 સપ્ટેમ્બરના રોજ તેનું આયોજન થશે.
