Skip to main content
Settings Settings for Dark

વિશ્વભરમાં નવાવર્ષનું ગર્મજોશીથી લોકોએ કર્યું સ્વાગત, આતશબાજીથી ચમક્યું આકાશ

Live TV

X
  • નવી ઉમીદ અને નવા સ્વપ્ન ભર્યા નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. દેશ અને દુનિયાભરના લોકોએ , 31 ડિસેમ્બરની રાત્રે , 2019ના નવા વર્ષનું ગર્મજોશી સાથે સ્વાગત કર્યું હતું. દિલ્હીના કોનોટ પ્લેસ અને ઇન્ડિયા ગેટ પર નવા વર્ષના ઉત્સવની ધમાલ જોવા મળી હતી. અહીં લોકો નવા વર્ષના સ્વાગત માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

    મુંબઈ નગરી પણ નવા વર્ષનું , અનોખા અંદાજમાં સ્વાગત કરતી નજરે પડી હતી. 2019ના સ્વાગત માટે છત્રપતિ શિવાજી ટર્મીનલ રોશનીથી ઝળહળતું હતું. હિમાચલ પ્રદેશના સીમલામાં નવા વર્ષનો ઉત્સવ મનાવવા પ્રવાસીઓ માલ રોડ ઉપર એકત્રિત થયા હતા. મધ્યપ્રદેશના ભોપાલમાં લોકોએ વર્ષ 2019નું જોરદાર સ્વાગત કર્યું હતું.

    ઓરિસ્સાના ભૂવનેશ્વરમાં , લોકો નવા વર્ષના રંગમાં રંગાતા નજર આવ્યા હતા. જ્યારે છત્તીસગઢમાં સુરક્ષાની જવાબદારી સંભાળતા સીઆરપીએફના જવાનોએ , નવા વર્ષનું જોરદાર સ્વાગત કર્યું હતું. આ રીતે દુનિયાભરના લોકોએ વર્ષ 2018ની વિદાય અને વર્ષ 2019ને આવકારવા જોરદાર ઉત્સાહ દેખાડ્યો હતો.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું હતું , કે નવા વર્ષના અવસરે તમામ માટે , હું શુભેચ્છાની કામના કરું છું કે આ નવું વર્ષ આપના પરિવાર દેશ અને સમગ્ર વિશ્વમાં ખુશી, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેમજ દેશના વિકાસ અને પ્રગતિ માટે એક જૂથ થવા પ્રેરીત કરે.

    નવું વર્ષ સૌ પ્રથમ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ઉજવાયું હતું. સમગ્ર આકાશ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. સમયની સાથે જ્યારે બારના ટકોરા પડ્યા ત્યારે સીડની હાર્બર બ્રિજ રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો. ઉત્તર કોરિયામાં નવા વર્ષના આગમન ઉપર ખાસ આતશબાજી કરવામાં આવી હતી. જેણે લોકોનું દિલ જીતી લીધું હતું. બેંગકોકના પટાયામાં હજારો લોકો નવું વર્ષ ઉજવવા એકત્રિત થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply