વિશ્વભરમાં 34 લાખથી વધુ લોકો કોરોના સંક્રમણનો બન્યા ભોગ
Live TV
-
વિશ્વભરમાં 34 લાખથી વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. તે પૈકી બે લાખ 39 હજારથી વધુના મૃત્યુ નોંધાઇ ચુક્યા છે. જોકે એક લાખ 81 હજારથી વધુ લોકો સાજા થઇને ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યા છે. વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં મૃતકોની સંખ્યા 65 હજારને પાર કરી ગઇ છે. દેશમાં 11 લાખ 31 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ-19 ના ઉપચાર માટે વિકસાવવામાં આવેલી દવા રમેડિસિવિરનો ઇમરજન્સિમાં ઉપયોગ કરવા મંજૂરી આપી છે. સ્પેનમાં 2 લાખ 42 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. કોરોના વાયરસ સ્પેનમાં કુલ 24 હજાર 824 લોકોને ભરખી ચુક્યો છે. ફ્રાન્સમાં કોરોના વાયરસ મૃત્યાંક વધીને 24 હજાર 594 થયો છે. દેશમાં એક લાખ 67 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. રશિયાના પ્રધાનમંત્રી મિખાઇલ મિશુ-સ્તિન કોરોના વાયરસ સંક્રમણનો ભોગ બન્યા છે. તેમણે જાતે જ આ વાતની જાહેરાત કરી હતી.
