રશિયામાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા એક લાખને પાર
Live TV
-
રશિયામાં કોરોના વાયરસના 7,099 નવા કેસોના આગમન સાથે, દેશમાં આ રોગના દર્દીઓની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. રશિયામાં, આ રોગને કારણે એક હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
રશિયામાં કોરોના વાયરસના 7,099 નવા કેસોના આગમન સાથે, દેશમાં આ રોગના દર્દીઓની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. રશિયામાં, આ રોગને કારણે એક હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.રશિયન આરોગ્ય અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે 7,099 નવા કેસ નોંધાયા બાદ કુલ કેસની સંખ્યા 106,498 થઈ ગઈ છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધુ હોઈ શકે છે કારણ કે ઘણા દર્દીઓ રોગના લક્ષણો બતાવતા નથી. રશિયાના મોટા ભાગોમાં માર્ચના અંતથી લોકડાઉન અમલમાં છે અને લોકોને ઘરોમાં રોકાવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને લોકડાઉન 11 મે સુધી વધાર્યું છે.
