Skip to main content
Settings Settings for Dark

લૉકડાઉન: યુરોપના બેલારુસમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ ગુજરાત સરકાર પાસે માગી મદદ

Live TV

X
  • કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વરસાવ્યો છે. કોરોનાને કારણે વિશ્વના કેટલાય દેશોમાં લૉકડાઉનની સ્થિતિ છે તો વાહન વ્યવહાર પર પણ પાબંધી લાદવામાં આવી છે. ત્યારે લૉકડાઉનમાં ફસાયેલા લોકો સ્વદેશ આવવા માટે સરકારને અપીલ કરી રહ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઘણાખરા વિદ્યાર્થીઓ પોતાના ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં છે. જ્યાં કોરોનાને કારણે લૉકડાઉન થતાં તેઓ સ્વદેશ આવવા માટે સ્થાનિક સરકાર તથા ગુજરાત સરકારને એક વીડિયોના માધ્યમ થકી અપીલ કરી હતી. ગુજરાતના 230 વિદ્યાર્થીઓ થઈ યુરોપના બેલારુસના ગ્રોનોડો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ભારતના 1000 જેટલ વિદ્યાર્થીઓ ફસાયા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. 

    જેમાં વિદ્યાર્થીઓએ સરકારને વિનંતી કરી હતી કે, તેઓને પરત લાવવામાં આવી તેમના માતા-પિતા સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપવામાં આવે. આ વીડિયો બાદ અમદાવાદના ડૉ. મનીષ શાહે આ વિદ્યાર્થીઓને ભારત પરત લાવવા સરકારને કરી અપીલ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply