વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યા 52.46 કરોડને પાર
Live TV
-
વિશ્વમાં કોરોના કેસોની સંખ્યા 52.46 કરોડને પાર થઇ છે જ્યારે 49.44 કરોડ દર્દી સારવાર લઇ સાજા થયા છે અને 62.94 લાખ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
અમેરિકામાં કોરોના કેસની ગંભીર સ્થિતિ યથાવત છે. કુલ કેસોની સંખ્યા 8.46 કરોડને પાર થઇ છે જ્યારે 10.27 લાખ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 71 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.
યુરોપીય દેશોમાં ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 29 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જ્યારે જર્મનીમાં કોરોનાના કહેર યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં 64 હજારથી વધુ કેસ નોંધાયા હતા. ઇટાલીમાં છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ નવા કેસ નોંધાયા અને કુલ કેસોની સંખ્યા 1.71 કરોડને પાર થઇ છે. યુરોપમાં અત્યાર સુધી ફ્રાન્સમાં સૌથી વધુ 2.92 કરોડ કેસ નોંધાયા છે, જ્યારે જર્મનીમાં 2.59 કરોડ, બ્રિટનમાં 2.22 કરોડ અને રશિયામાં 1.82 કરોડ કેસ નોંધાયા છે
એશિયામાં ઉત્તર કોરિયામાં કોરોનાના 2 લાખ 32 હજાર નવા કેસ નોંધાયા હતા તો દક્ષિણ કોરિયા 31 હજાર નવા કેસ નોંધાયા અને કુલ કેસોની સંખ્યા 1.69 કરોડને પાર થઇ છે. જાપાનમાં 33 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા અને કુલ કેસોની સંખ્યા 84 લાખને પાર થઇ છે.
ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાના કેસમાં વધારો નોંઘાયા હતો અને 56 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા અને કુલ કેસોની સંખ્યા 3 કરોડને પાર થઇ છે.
દક્ષિણ આફ્રિકામાં કોરોનાના 8 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા
