વિશ્વમાં કોરોનાનો આંક 56 લાખને પાર, 3 લાખથી વધુના મૃત્યું
Live TV
-
કોરોના વાયરસ , વિશ્વભરમાં 3 લાખ 55 હજારથી વધુ લોકોનો ભોગ લઇ ચુક્યો છે. સંક્રમણના , 56 લાખ 90 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. કોરોનાએ , વિશ્વભરમાં અમેરિકાને સૌથી વધુ પ્રભાવિત કર્યું છે. અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા , 16 લાખ 99 હજાર થઇ છે તો મૃતકોની સંખ્યા એક લાખને પાર થઇ ગઇ છે. તે અરસામાં રશિયાના મોસ્કોમાં અમલી લોકડ઼ાઉનમાં મેયરે પહેલી જૂનથી છુટછાટ આપવા નિર્ણય લીધો છે. મોસ્કોમાં 30 માર્ચથી લોકડાઉન અમલી છે. રશિયામાં સંક્રમિતોની સંખ્યા 3 લાખ 70 હજારને પાર થઇ ચુકી છે. રશિયાએ જુલાઇ મહિનામાં મળનારા બ્રિક્સ દેશોના શિખર સંમેલનને મોકુફ રાખવા નિર્ણય લીધો છે. શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠક પણ મોકુફ રહી છે. બંને બેઠક રશિયાના પીટર્સબર્ગમાં મળવાની હતી. અમેરિકા પછીના ક્રમે સંક્રમણના સૌથી વધુ કેસ બ્રાઝિલમાં નોંધાયા છે. બ્રાઝિલમાં 4 લાખ થી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. દેશમાં 25 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સિંગાપુરમાં સંક્રમણ રોકવા સરકાર લોકોમાં વિનામુલ્યે માસ્ક વિતરણ કરી રહી છે. દેશમાં કોરોના સંક્રમિતોના 32 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. સિંગાપુરનો મૃત્યુઆંક 23 પર પહોંચ્યો છે.
