Skip to main content
Settings Settings for Dark

વિશ્વમાં કોરોના વાઇરસથી 3.46 લાખથી વધુ લોકોના મોત

Live TV

X
  • કોરોના વાયરસ વિશ્વભરમાં 3 લાખ 46 હજારથી વધુ લોકોનો ભોગ લઇ ચુક્યો છે. સંક્રમણના 55 લાખ 84 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. કોરોનાએ વિશ્વભરમાં અમેરિકાને સૌથી વધુ પ્રભાવિત કર્યું છે.

    કોરોના વાયરસ વિશ્વભરમાં 3 લાખ 46  હજારથી વધુ લોકોનો ભોગ લઇ ચુક્યો છે. સંક્રમણના 55 લાખ 84 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. કોરોનાએ વિશ્વભરમાં અમેરિકાને સૌથી વધુ  પ્રભાવિત કર્યું છે. અમેરિકામાં સંક્રમિતોનો આંક 16 લાખ 80 હજારને પાર કરી ગયો છે. મૃત્યુનો આંક 98 હજારને પાર થઇ ચુક્યો છે. ફ્રાન્સમાં સતત છઠ્ઠા  દિવસે મૃત્યુનો આંકડો 100થી નીચે રહ્યો. ફ્રાન્સમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1 લાખ 82 હજારને પાર કરી ગઇ છે તો મૃત્યાંક 28 હજારને પાર કરી  ગયો છે. અમેરિકા પછીના ક્રમે સંક્રમણના સૌથી વધુ કેસ બ્રાઝિલમાં નોંધાયા છે. બ્રાઝિલમાં ત્રણ લાખ થી વધુ લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે.  24512 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્પેન સરકારે સંક્રમણના દોરમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા 10 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.  પાંચ જૂન સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સ્પેનમાં કોરોના વાયરસથી 2 લાખ 36 હજારથી વધુ લોકો સંક્રમિત છે. જ્યારે 27 હજારથી વધુ  લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. નેપાળમાં સંક્રમણના વધુ 90 કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા વધીને 772 થઇ છે. નેપાળમાં દેશવ્યાપી  લોકડાઉનની મુદત બે જૂન સુધી વધારવામાં આવી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply