વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્, મૃત્યુઆંક 10 હજારને પાર
Live TV
-
વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે. અઢી લાખથી વધુ લોકો સંક્રમિત છે. મૃત્યુઆંક 10 હજારથી વધી ગયો છે. ઈટલીમાં મૃતકોની સંખ્યા 4 હજાર 32 થઈ છે. જ્યારે ફ્રાંસમાં 24 કલાકમાં , વધુ 78 લોકોના મોત થયા છે. વિશ્વમાં 2 લાખ 9 હજારથી વધુ લોકો કોવિડ-19થી સંક્રમિત થયાં હોવાનું જણાયું છે. અમેરિકામાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા , 150ને પાર પહોંચી છે. જ્યારે 10 હજાર જેટલા લોકો , સંક્રમિત થયા છે. ઇટલીમાં કોરોના વાયરસથી મૃત્યુ આંક વધીને 4 હજારને પાર થયો છે. ઇટલીમાં મૃતક આંક , ચીન કરતાં પણ વધારે થઇ ગયો છે. અમેરિકાના બે સાંસદોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. ચીનમાં જાન્યુઆરીથી , કોરોના વાયરસના કેસ નોંધાવાની શરૂઆત થઈ હતી. ત્યારથી લઈને પ્રથમ વખત એવું બન્યુ છે કે દેશમાં સંક્રમણનો એક પણ ઘરેલુ કેસ સામે આવ્યો નથી. જો કે વિદેશથી આવેલા લોકોમાં , 34 નવા કેસ નોંધાયા છે. ક્યુબામાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું છે. બ્રાઝિલમાં એક મંત્રી સંક્રમિત થયા છે. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી વિમાન કંપની , ક્વોન્ટાસે , પોતાની આંતર રાષ્ટ્રીય ઉડાન સેવા , બે મહિના સુધી રોકવાની ઘોષણા કરી છે. ઈરાનમાં અત્યાર સુધીમાં કોવિડ-19થી , 1,135 લોકો મોતને ભેટ્યા છે. તો દક્ષિણ કોરિયામાં કુલ 8,413 લોકો સંક્રમીત થયાં છે. આ તરફ સ્પેનમાં 600 લોકોનાં મોત થયાં છે. જ્યારે 13,700 સંક્રમીત જણાયા છે. બ્રિટનમાં 71 લોકો , કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યાં છે. જ્યારે 2,000 જેટલાં લોકો સંક્રમણનો ભોગ બન્યાં છે.
