વિશ્વમાં કોરોનાનો પ્રકોપ યથાવત, સંક્રમિતોની સંખ્યા 3.17 કરોડને પાર
Live TV
-
વિશ્વભરમાં કોરોના પ્રકોપ અટકવાનું નામ નથી લઇ રહ્યો. વીતેલા 24 કલાકમાં બે લાખ 31 હજારથી વધુ નવા કેસ નોંધાવા સાથે વિશ્વમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3 કરોડ,17 લાખ, 63 હજારને પાર કરી ગઇ છે. મહામારીને કારણે વિશ્વભરમાં કુલ 9 લાખ 74 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે.
વિશ્વભરમાં કોરોના પ્રકોપ અટકવાનું નામ નથી લઇ રહ્યો. વીતેલા 24 કલાકમાં બે લાખ 31 હજારથી વધુ નવા કેસ નોંધાવા સાથે વિશ્વમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3 કરોડ,17 લાખ, 63 હજારને પાર કરી ગઇ છે. મહામારીને કારણે વિશ્વભરમાં કુલ 9 લાખ 74 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. રાહતના સમાચાર એ છે કે અત્યારસુધીમાં બે કરોડ, 33 લાખ 67 હજાર લોકો કોરોનાને માત આપીને સાજા પણ થઇ ચુક્યા છે. તે દરમિયાન બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સને મંગળવારે જાહેર થયેલા કોવિડ-19ના નવા નિયમોનું પાલન કરવા લોકોને અપીલ કરી છે. ટીવીના માધ્યમથી દેશને સંબોધન કરતાં જોન્સને કહ્યું હતું કે કોઇની સ્વતંત્રતાને છીનવી લેવા નવા નિયમો નથી આવ્યા, પરંતુ એક વધુ લોકડાઉનથી બચવા માટે નવા નિયમોનું પાલન થવું જરૂરી છે.
