ભારત અને ચીન: સોમવારે સૈન્ય કમાન્ડર કક્ષાની થયેલી વાતચીતને અંતે બંને દેશોએ કેટલાક મુદ્દે સહમતી સાધી
Live TV
-
ભારત અને ચીન વચ્ચે સોમવારે સૈન્ય કમાન્ડર કક્ષાની થયેલી વાતચીતને અંતે બંને દેશોએ કેટલાક મુદ્દે સહમતી સધાઇ હોવાની જાહેરાત કરી છે. બંને દેશોએ અગ્રિમ મોરચે વધુ સૈનિક તૈનાત કરવાથી દૂર રહેવા અને ગ્રાઉન્ડ લેવલ પરની યથાવત સ્થિતીને બદલવાથી દૂર રહેવા પણ સહમતી જાહેર કરી છે. બંને દેશોએ કહ્યું કે તેઓ એવા કોઇ પગલાં નહીં લે કે જેથી સ્થિતી વધુ જટિલ થઇ જાય. સાતમા તબક્કાની વાતચીત ટૂંકસમયમાં કરવા અને જમીની સ્થિતીઓને હલ કરવા વ્યવહારિક પગલાં લેવા પણ સહમત થયા હતા. બંને દેશો સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પણ સહમત થયા હતા.
