ભારતે UNમાં પાકિસ્તાનમાં થઇ રહેલા માનવ અધિકાર ભંગનો મુદ્દો ઉઠાવ્યો
Live TV
-
ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં પાકિસ્તાનમાં થઇ રહેલા માનવ અધિકાર ભંગના મુદ્દાને ઉઠાવ્યો છે. ભારતે જણાવ્યું, કે પાકિસ્તાન ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરીને આંતર રાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન બીજે ખેંચવા માંગે છે,
ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં પાકિસ્તાનમાં થઇ રહેલા માનવ અધિકાર ભંગના મુદ્દાને ઉઠાવ્યો છે. ભારતે જણાવ્યું, કે પાકિસ્તાન ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરીને આંતર રાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન બીજે ખેંચવા માંગે છે, પરંતુ હકીકતે પાકિસ્તાનમાં જ માનવ અધિકારનો ભંગ થતો રહે છે. માનવ અધિકાર પરિષદ ખાતેના ભારતના કાયમી પ્રતિનિધી વિમલ આર્યને જણાવ્યું હતું, કે પાકિસ્તાનની અંદર લઘુમતી સમુદાયનું દમન થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી કાળમાં દરેક વ્યક્તિ ચહેરા પર માસ્ક ધારણ કરીને પોતાનું અને પોતાની આસપાસના લોકોનું રક્ષણ કરી રહ્યો છે. પરંતુ પાકિસ્તાને અલગ પ્રકારનું માસ્ક ધારણ કરેલું છે. પાકિસ્તાન પોતાને માનવ અધિકારનું પ્રણેતા કહી રહ્યું છે. પરંતુ સચ્ચાઇ એ છે, કે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયનું દમન થઇ રહ્યું છે.
