કોરોનાને કારણે વિશ્વભરમાં થતાં મૃત્યુ અંગે WHOની તમામ દેશોને ચેતવણી
Live TV
-
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO એ કોરોના મહામારીને લઈને ચેતવણી આપી છે. WHO એ કહ્યું કે, વૈશ્વિક મહામારીને રોકવા માટે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વેક્સિન લોન્ચ થતાં પહેલાં 20 લાખથી વધુ લોકોનાં મોત થઈ શકે છે.
WHO ના ઈમરજન્સી સ્વાસ્થ્ય કાર્યક્રમના પ્રમુખ મારિયા વાને જણાવ્યું હતું કે, કોરોના વાયરસને કારણે માત્ર 9 મહિનામાં જ 10 લાખ લોકોનાં મોત થયા છે. દરમિયાન દેશ ભર માં ,કોરોના ની મહામારીમાં નવા દર્દીઓની તુલના માં ,સારવાર લઇને સાજા થઇ રહેલા દર્દીઓનો દર , સતત સુધરી રહ્યો છે. દેશ માં ,રીકવરી રેટ વધીને , 81.74 ટકા થઇ ગયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 47 લાખ , 56 હજાર 164 લોકો મહામારી ને માત આપીને સ્વસ્થ થઇ ચુક્યા છે. ગઈકાલ સુધીમાં કુલ 81 હજાર 177 લોકો કોરોના ને માત આપીને સાજા થયા હતા. રિકવરી રેટમાં ભારત વિશ્વમાં ટોચ પર પહોંચી ગયું છે. મૃત્યુદર પણ ઘટીને 1.59 ટકા થયો છે. દેશમાં ટેસ્ટિંગની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. આરોગ્ય વિભાગે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ભારતે એક જ દિવસમાં 13 લાખથી વધુ ટેસ્ટ કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. વીતેલા 24 કલાકમાં 13 લાખ 80 હજાર કોરોના ટેસ્ટ થયા છે.
