ભારતે લદાખમાં LACને લઈ ચીનના દાવાને ફગાવ્યો
Live TV
-
વાસ્તવિક નિયંત્રણ રેખા મુદ્દે ચીની વિદેશ મંત્રાલયના નિવેદનના સંબંધમાં આવેલા મીડિયા અહેવાલ અને મીડિયાના પ્રશ્નો સંબંધે ભારતીય વિદેશ મંત્રાલયે સ્થિતી સ્પષ્ટ કરી છે. મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે એલ.એ.સીને મુદ્દે ચીનનું એકતરફી નિવેદન ભારતને લેશમાત્ર મંજૂર નથી. હિન્દુસ્તાન ટાઇમ્સમાં 29 ઓગસ્ટના રોજ એલએસીની સ્થિતી અંગે છપાયેલા એક અહેવાલના અનુસંધાનમાં ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી. અહેવાલમાં જણાવ્યા મુજબ ચીની વિદેશ મંત્રાલયે એલએસીને વર્ષ 1968ની સ્થિતી મુજબ કહેવાતી રીતે એકતરફી રીતે પરિભાષિત કરી છે. ભારતે સ્પષ્ટતા કરી કે તે કદી આ પ્રકારના એકતરફી નિવેદનનો સ્વીકાર નહીં કરે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે એલએસી પરની સ્થિતી અંગે તમામ તથ્ય સ્પષ્ટ છે. ચીની પક્ષ પણ તમામ તથ્યોથી વાકેફ છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સમજૂતીઓ થયેલી છે. વર્ષ 1993માં એલએસી પર શાંતિ જાળવવા સમજૂતી થઇ હતી. વર્ષ 1996માં બંને દેશના સૈન્ય વચ્ચે પારસ્પરિક વિશ્વાસ જાળવી રાખવા સમજૂતી થઇ હતી. વર્ષ 2005માં પારસ્પરિક વિશ્વાસની ભાવનાને અમલી કરવા સમજૂતી થઇ હતી. વર્ષ 2003 સુધી બંને પક્ષો ભારત -ચીન સરહદ મુદ્દે સાથે મળીને કામ કરતા રહ્યા હતા. પરંતુ વર્ષ 2003 પછી ચીની પક્ષે ઇચ્છાશક્તિ જાહેર ના કરતા વાટાઘાટો આગળ ના વધી શકી.
