અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે બન્ને પ્રમુખ ઉમેદવારો વચ્ચે ચાલી રહી છે પ્રથમ પ્રેસિડેન્સિયલ ડિબેટ
Live TV
-
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણી પ્રચાર તેની ચરમસીમાએ છે. અમેરિકી પ્રમુખપદ માટેના ઉમેદવારો વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના તેમના હરિફ ઉમેદવાર જો બાઇડેન વચ્ચે પ્રથમ પ્રેસિડેન્સીઅલ ડિબેટનો દોર શરૂ થઇ ચુક્યો છે. ઓઆઇએ શહેરમાં પ્રથમ ડિબેટમાં બંને ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં જજની નિમણુકને મુદ્દે ગરમા ગરમ ચર્ચા કરી હતી. જો બાઇડેને જજની નિમણુક સામે વાંધો ઉઠાવ્યો હતો. તો પ્રમુખ ટ્રમ્પે નિમણુકને વાજબી ઠેરવવા પ્રયાસ કર્યો હતો. જો બાઇડેને જણાવ્યું હતું કે અમેરિકી જનતાને જજની પસંદગી કરવાનો અધિકાર મળે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ટ્રમ્પ પાસે દેશવાસીઓના આરોગ્યની જાળવણી માટે કોઇ યોજના નથી.
