વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 66 લાખને પાર, 3 લાખ 89 હજારથી વધારે લોકોએ ગુમાવ્યો જીવ
Live TV
-
દુનિયામાં સૌથી વધુ પ્રભાવીત અમેરિકામાં કોવિડ-19થી મૃત્યુઆંક એક લાખ આઠ હજારને પાર કરી ચુક્યો છે
કોરોના વાયરસ વિશ્વભરમાં 3 લાખ 89 હજારથી વધુ લોકોનો ભોગ લઇ ચુક્યો છે. વિશ્વભરમાં સંક્રમણના કુલ 66 લાખથી વધારે કેસ સામે આવી ચુક્યા છે. રાહતની વાત એ છે કે વિશ્વભરમાં 27 લાખથી વધુ દર્દી સાજા થઇને ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યા છે. કોરોના એ વિશ્વભરમાં અમેરિકાને સૌથી વધુ પ્રભાવિત કર્યું છે. અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 18 લાખ 72 હજારને પાર કરી ગઇ છે. તો મૃતકોની સંખ્યા એક લાખ આઠ હજારને પાર થઇ ગઇ છે. માત્ર ન્યૂયોર્કમાં જ મૃતકોની સંખ્યા 29 હજારથી વધુ રહી છે. અમેરિકા પછીના ક્રમે બ્રાઝિલ સંક્રમણનો સૌથી વધુ ભોગ બન્યું છે. બ્રાઝિલમાં સંક્રમિતોની સંખ્યા પાંચ લાખ 84 હજારને પાર કરી ગઇ છે. રશિયામાં સંક્રમિતોની સંખ્યા ચાર લાખ 32 હજારને પાર કરી ચુકી છે. રશિયામાં પાંચ હજાર 215 લોકોના મૃત્યુ નોંધાયા છે. જ્યારે ફ્રાન્સમાં કોવિડ-19 કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.
