Skip to main content
Settings Settings for Dark

લાહોરથી કરાંચી જઇ રહેલ પાકિસ્તાન એરવેઝનું વિમાન, કરાંચીના રહેણાંક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું

Live TV

X
  • પાકિસ્તાનના કરાંચીમાં વિમાન દુર્ઘટનામાં મુસાફરી કરી રહેલાં તમામના મોતની આશંકા.પાકિસ્તાન એરવેઝનું વિમાન લાહોરથી જઇ રહ્યું હતું કરાંચી.રહેણાંક વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત બનતાં અનેક મકાનો આગની ઝપટમાં - પ્રધાનમંત્રી મોદીએ ટિવટ કરી વ્યક્ત કર્યું દુઃખ.

    પાકિસ્તાનમાં વિમાની દુર્ઘટનામાં , 98 મુસાફરોના મોત થયાં હોવાની આશંકા સેવાઇ રહી છે. લાહોરથી કરાંચી જઇ રહેલ પાકિસ્તાન એરવેઝનું વિમાન , કરાંચીના રહેણાંક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાની , આશંકા સેવાઇ રહી છે.રહેણાંક વિસ્તારોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં જ , આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી , તેમજ ઘરોમાં ભીષણ આગ લાગી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ , ઘટના સ્થળે ધસી ગયું હતું , તેમજ આગને કાબૂમાં લેવાની કામગીરી આરંભી દીધી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિવટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply